Tuesday, October 2, 2007

આપના બ્લોગ પર ગુજરાતી ટુલબાર બેનર મુકો

મિત્રો, ઘણા સમયથી ગુજરાતી ટુલબાર પર કામ કરવાનો સમય મળતો ન હતો, આજે ફરીથી એક વખત સમય કાઢીને ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટે લીંક સાથેનું એક્ બેનર બનાવ્યુ છે, ઘણા મિત્રોએ જણાવ્યુ કે ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટેની જે લીંક આપેલ હતી તે કામ ન કરતી હતી, તે લીંક એકવાર ફરીથી સંકલીત કરી સાથે સાથે એક બેનર પણ મુક્યુ છે જે તમે તમારા બ્લોગ પર મુકી ને ગુજરાતી ટુલબારને વધુ ને વધુ ગુજરાતીઓ સમક્ષ પહોચાડી શકશો.

નીચે આપેલી લીંકને તમારા બ્લોગ પર HTML કોડમાં પેસ્ટ કરી શકો છો, બ્લોગસ્પોટ પર તો આ સગવડતા ઉપલબ્ધ છે જ. વર્ડ્પ્રેસમાં પણ લીંક વાપરી શકશો.

અહિંયા આપેલ કોડને કોપી કરો. અને તમારા બ્લોગ પર લગાવો.



ગુજરાતી ટુલબાર વિશે કંઈ પણ સલાહ-સુચન આપવા હશે તો તે પણ આવકાર્ય છે, આપ સૌના સહકારથી જ આ ટુલબાર વધુને વધુ ઉપયોગી થઈ શકે તેવુ બનાવી શકાશે. સુરેશદાદા અને જુગલકાકાના કહ્યા પ્રમાણે ગુજરાતી ટુલબારમાં બ્લોગ્સની સંખ્યા ઓછી છે, ઘણા મિત્રોના બ્લોગનો સમાવેશ કરવાનો બાકી છે, જે મિત્રો તેમના બ્લોગને ગુજરાતી ટુલબાર સાથે જોડવા માંગતા હોય તેઓ તેમના બ્લોગના url અને તેમના નામ સાથે kakasab@gmail.com પર ઈમેલ દ્વારા મોક્લી શકે છે.


1 comments:

Vipul M Mali said...

I have download the toolbar but language is not visible. what's the pro? plz guide me in dis metter?